ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં : 10-07-2017
- જમીન માપણીમાં થયેલ ગેરરીતી-ભ્રષ્ટાચારની તપાસ અને ગુજરાતના ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની મળતીયા એજન્સી દ્વારા જમીન માપણીમાં મોટા પાયે થયેલા ગોટાળા અને વગદાર માણસો દ્વારા થયેલા ભ્રષ્ટાચાર સામે, ગુજરાતના ખેડૂતોની સમસ્યાને વાચા – ન્યાય અપાવવા ઉપરાંત ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં શહેર/જીલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે જઈને આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો અને ખેડૂત સમાજના પ્રતિનિધીઓ જોડાયા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો