શ્રી અશોક ગેહલોતજી અને શ્રી ભરતસિંહ સોલંકી ચૂંટણીલક્ષી પ્રવાસ (દિવસ ૩)

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. પ્રવાસના છેલ્લા દિવસે પાણીખડક ગામ તા. ચીખલી જીલ્લો નવસારી ખાતે લગભગ ૧ કી.મી લાંબી લાઈન રોડની બંને સાઈડ ઉભા રહી વિદ્યાર્થીઓ દ્વારા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ વલસાડ અને નવસારી જીલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજવામાં આવી હતી જેમાં શ્રી અશોક ગેહલોત અને શ્રી ભરતસિંહ સોલંકી તેમજ વરિષ્ઠ આગેવાનોએ ચુંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું.