શ્રી અશોક ગેહલોતજી અને શ્રી ભરતસિંહ સોલંકી ચૂંટણીલક્ષી પ્રવાસ (દિવસ ૧)

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. પ્રવાસના પ્રથમ દિવસે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે રાજેસસ્થાની સમાજના આગેવાનો સાથે બેઠક કરી ત્યાર બાદ સુરત જવા આગમન કર્યું હતું જ્યાં સુરત જીલ્લા અને શહેર ખાતે ઠેર ઠેર આગેવાનો અને કાર્યકર મિત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા સુરત શહેર ખાતે જી.એસ.ટી. ના વિરોધમાં હડતાળ ઉપર બેઠેલા વેપારી મિત્રોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મ્યુનીસીપલ કોર્પોરેટરશ્રીઓની બેઠકમાં ચુંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ સુરત કારોબારી બેઠક યોજવામાં આવી હતી અને સુરત ખાતે રાજપૂત સમાજ વાડી ખાતે રાજેસસ્થાની સમાજના આગેવાનો તેમજ વેપારીઓને મળ્યા હતા.