ખેડૂતોને ગ્રીન હાઉસની લોન સંપૂર્ણપણે માફ કરવા કોંગ્રેસની માંગ : 27-06-2017
- ખેડૂતોને ગ્રીન હાઉસની લોન સંપૂર્ણપણે માફ કરવા કોંગ્રેસની માંગ
- ભાજપ સરકારની બેજવાબદાર કૃષિની નીતિના કારણે ગ્રીન હાઉસ બનાવનાર ખેડૂતો દેવાદાર બન્યા છેઃ ડૉ. હિમાંશુ પટેલ
ભાજપ સરકારની બેજવાબદાર કૃષિ નીતિના કારણે ગુજરાતમાં સદંતર નિષ્ફળ ગયેલા ગ્રીન હાઉસ પ્રોજેક્ટથી દેવાદાર બનેલાં ખાસ કરીને યુવા ખેડૂતો આત્મહત્યા કરવા મજબુર બની રહ્યા છે ત્યારે ગ્રીન હાઉસ માટે લીધેલી લોન સંપૂર્ણ માફ કરવા સાથે જરૂરી માળખાકીય સુવિધાઓ તાત્કાલિક પુરી પાડવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકારે કોઈપણ પ્રકારનાં અભ્યાસ કે આયોજન વગર સને ૨૦૧૧-૧૨માં ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અમલમાં મુકી ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. આશરે ૨૫૦૦ ખેડૂતોએ આ ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપનાવ્યા બાદ આજની Âસ્થતિએ માત્ર ૫૦ જેટલાં જ ગ્રીન હાઉસ અસ્તિત્વમાં રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો