ભાજપના સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા સામે ચેક બાઉન્સના કેસમાં પકડ વોરન્ટ : 27-06-2017
ભાજપના સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા સામે ચેક બાઉન્સના કેસમાં પકડ વોરન્ટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અગાઉ ભાજપના અધ્યક્ષ આર્થિક વ્યવહારમાં મુંબઈ કોર્ટ દ્વારા અને હવે સુરેન્દ્રનગરના સાંસદશ્રી દેવજીભાઈ ફતેપરાના કલોલ કોર્ટ દ્વારા પકડ વોરન્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, સત્તાધારી પક્ષના વરિષ્ઠ નેતાઓ વગનો દુરપયોગ અને સત્તાના અહંકારમાં કાનૂનિ પ્રક્રિયાથી પર હોઈ તે રીતે વર્તન કરી રહ્યાં છે. આર્થિક વ્યવહારોમાં ઉભી થતી લડાઈમાં પણ સત્તાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે રીતે એક પછી એક કેસ ખુલ્લા થઈ રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો