રથયાત્રાના પૂર્વ દિવસે જગન્નાથ મંદિર ખાતે રથની પૂજન વિધિ કરતા કોંગ્રેસ આગેવાનો
આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા શ્રી સિદ્ધાર્થ પટેલ, ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી શૈલેશ પરમાર તથા વરિષ્ઠ આગેવાનોએ મંદિરની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ રથની પૂજાની વિધી આગેવાનોઓ દ્વારા કરવામાં આવી હતી.