શિક્ષણમાં વિવિધ મુશ્કેલી અને ભાજપ સરકારની નિતીના કારણે ઉભી થયેલી પરિસ્થિતી અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને વિસ્તૃત આવેદન પત્ર : 23-06-2017

છેલ્લાં ૨૦ વર્ષમાં ભાજપ સરકારની ગુજરાતમાં શિક્ષણમાં વ્યાપારીકરણ નિતીને લીધે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે.

ભાજપ સરકારની શિક્ષણનું વ્યાપારીકરણ કરવાની નીતિ વિરુદ્ધ તેમજ ધોરણ ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓના પ્રવેશના પ્રશ્નના ઉકેલ માટે, રાજ્ય / શહેરમાં નવી ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓ / વર્ગો માટે તાત્કાલિક મંજૂરી અને ખાનગી શાળાઓમાં છડેચોક ફી નિયંત્રણને અવગણીને ટેબલ નીચે ઉઘરાવાતી ભારે ફી અને સંચાલકોની વાલીઓ-વિદ્યાર્થીઓ સામેની જોહુકમી અંગે તા.૨૩/૦૬/૨૦૧૭ શુક્રવારના રોજ બપોરે ૦૩-૦૦ વાગે ડી.ઈ.ઓ.ઓફિસ, બહુમાળી ભવન, ડ્રાઈવ ઈન  રોડ, વસ્ત્રાપુર ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી દિપકભાઈ બાબરિયાની આગેવાનીમાં એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી વર્ષાબેન ગાયકવાડ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ચેતન રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ડૉ. હિમાંશુ પટેલ, અ.મ્યુ.કોંગ્રેસ પક્ષના નેતાશ્રી દિનેશ શર્મા,

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note