ગરીબ પરિવારોને આર.ટી.ઈ. ના પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા આદેશ : 20-06-2017

  • ગરીબ પરિવારોને આર.ટી.ઈ. ના પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યાઃ અનેક માલેતુજાર અને વગ ધરાવતા વાલીઓએ ગોઠવણથી આર.ટી.ઈ. માં પ્રવેશ મેળવી લીધો.
  • આર.ટી.ઈ. માં અપાયેલા પ્રવેશની તટસ્થ તપાસ થાય તે જરૂરીઃ કોંગ્રેસ
  • સરકારી ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં તાત્કાલિક વર્ગ વધારો આપીને વિદ્યાર્થી-વાલીઓને રાહત આપોઃ કોંગ્રેસ
  • ધોરણ-૧૧-૧૨ ના પ્રવેશના પ્રશ્ને તેમજ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા ઉઘરાવાતી
  • આડેધડ ફી સામે પગલાં ભરવામાં સરકારી તંત્ર નિષ્ફળ

ગુજરાતમાં શિક્ષણના નામે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો, શાળાઓ ઉઘાડી લુંટ ચલાવી રહી છે. અમદાવાદ શહેરની ખાનગી શાળાઓ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન અને ફી નિયમન અંગેના કાયદાનું પાલન કરવામાં આવતું નથી. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આર.ટી.ઈ. માં પ્રવેશથી વંચિત રહી ગયા છે તેમજ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ વાલીઓ પાસેથી જુદી જુદી ફી ના નામે લુંટ ચલાવી રહ્યા છે. શાળાનો ગણવેશ, પાઠ્યપુસ્તકો વગેરેમાંથી લાખો રૂપિયાનું કમિશન એકત્ર કરી રહ્યાં છે. ભાજપના નેતાઓ અને મળતિયાઓની ખાનગી શાળાઓ સાથે સાંઠગાંઠના કારણે તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નથી.જેના લીધે શાળા સંચાલકો બેરોકટોક નિયમોનું ઉલ્લઘંન કરીને વિદ્યાર્થી-વાલીઓ લૂંટનો ભોગ બની રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note