મધ્યપ્રદેશના અને ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપે – યુથ કોંગ્રેસ : 09-06-2017
- મધ્યપ્રદેશના મંદસોરમાં થયેલ પાંચ ખેડૂતોની કરપીણ હત્યા અને મહેસાણામાં પાટીદાર યુવાનની કરપીણ હત્યાના વિરોધમાં ટ્રેઈન રોકો આંદોલન
- ૧૦૦ થી વધુ યુથ કોંગ્રેસના હોદ્દેદારોની અટકાયત
- મધ્યપ્રદેશના અને ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપે : યુથ કોંગ્રેસ
- અમદાવાદ મણીનગર ખાતે ટ્રેન રોકી યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન
આજ રોજ મણિનગર ક્રોસિંગ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના મંદસોરમાં થયેલ પાંચ ખેડૂતોની કરપીણ હત્યા અને મહેસાણામાં પાટીદાર યુવાનની કરપીણ હત્યાના વિરોધમાં ટ્રેઈન રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. યુવક કોંગ્રેસ દ્વારા ટ્રેઈન નં.૧૨૫૯૮ ને મણિનગર ક્રોસિંગ ખાતે રોકી ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો