રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત અગત્યની બેઠક

લક્ષ્ય -૨૦૧૭ “નવસર્જન ગુજરાત” વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે  ૨૬ લોકસભાના બુથ સશક્તિકરણ સમિતિના કન્વીનરશ્રી, કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, શહેર/જીલ્લાના પ્રમુખશ્રીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-નેતાશ્રી, મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, વિધાનસભા ક્ષેત્રના નિરીક્ષકશ્રીઓની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી અશોક ગેહલોતજીની માર્ગદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી જીતુ પટવારી, શ્રી હર્ષવર્ધન સપ્કાલ, શ્રી ઈરશાદ બેગ મિરઝા, શ્રી દિપકભાઈ બાબરિયા, ડૉ.પ્રભાબેન તાવીયાડ, શ્રી પરેશભાઈ ધાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.