પોલીસ દળમાં નવનિયુક્ત પોલીસને નિમણૂંક પત્ર આપવાના તાયફા : 18 -05-2017
સરકારની તિજોરીના ૨ કરોડ ૨૭ લાખ જેટલા માતબર ખર્ચ કરીને પોલીસ દળમાં નવનિયુક્ત પોલીસને નિમણૂંક પત્ર આપવાના તાયફા માત્રને માત્ર ચૂંટણીલક્ષી ભાજપના નાટક છે. ગુજરાતમાં ખાનગી સંસ્થાઓના રાફડા, ઉંચા ડોનેશન, ટ્યુશન પ્રથા પરિણામે અતિ મોંઘુ શિક્ષણ પછી પણ ગુજરાતના યુવાનોને નોકરી મેળવવા ફાંફા મારવા પડે. સરકારી નોકરી મળે તો તેમાં પેપર ફુટવું, મેરીટમાં ગેરરીતી, ૧૫-૧૫ લાખની લેતીદેતી, ફિક્સ પગારની નોકરીમાં કૌભાંડ, પંચાયત પરિષદ ગૌણ સેવા પસંદગીમાં વ્યાપમથી પણ મોટા પાયે વ્યાપક કૌભાંડ અને તેમ છતાં નોકરી મળે તો ફિક્સ પગાર દ્વારા ગુજરાતના યુવાનોનું વર્ષોથી આર્થિક શોષણ કરનાર ભાજપ સરકાર જવાબ આપે કે પોલીસ દળમાં ૧૮૦૦૦ નિમણૂંક થનાર મંજૂર થયેલ મહેકમની ખાલી જગ્યા પરની નિમણૂંક છે કે પછી વધારાની નવી જગ્યા સરકારે વસ્તીના પ્રમાણમાં પોલીસદળની જરૂરીયાત આધારિત છે. તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો