ભાજપના ભ્રષ્ટાચારને સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડો: અહમદ પટેલ

વડાપ્રધાનમોદીના શાસન સહિત ભાજપના 22 વર્ષના ભ્રષ્ટાચારને પ્રજા સુધી પહોંચાડવા માટેનું સોશિયલ મીડિયા શ્રેષ્ઠ માધ્યમ છે તેમ પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલના અમદાવાદ ખાતે મળેલા સેમિનારમાં અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે કહ્યું હતું. આઇટી સેલના પ્રમુખ રોહન ગુપ્તાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

અહેમદ પટેલે કહ્યું કે સરકારની નિષ્ફળતાને સોશિયલ મીડિયા થકી ઉજાગર કરવાની છે. પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ-આરએસએસ જેમના આશીર્વાદથી આગળ આવ્યા છે તેવા યોગીની ભાષા ટપોરી, રામદેવ વેપારી અને આસારામ દુષ્કર્મના આરોપી છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીવ ગાંધી જ્યારે કમ્પ્યૂટરની વાત કરતા હતા ત્યારે ભાજપવાળા સ્વદેશીની વાત કરતા હતા, હવે તે ભાજપવાળા આઇટી, ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-020005-2602198-NOR.html