ખેડૂત સરકાર પાસે હક માગે છે તો પોલીસ ઘરમાં ઘૂસીને દમન કરે છે: રાહુલ
દેડિયાપાડા ખાતે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જનસભા યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ ગુજરાતના સ્થાપના દિવસ પર તમામને શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો કોઈ એક વ્યક્તિની નહીં હોય પરંતુ બધાંની હશે જે લોકોના ઘરમાં જઈને મનની વાત કરશે. જ્યારે ખેડૂત ગુજરાત સરકાર પાસે બાળકોનું શિક્ષણ માગે તો પોલીસ તેમની પિટાઈ કરે છે. ગુજરાતના લોકોના દિલમાં ગુસ્સો છે. રાહુલ ગાંધીને સાંભળવા માટે જનમેદની ઉમટી પડી હતી. જ્યારે અહેમદ પટેલે જણાવ્યું હતું કે 2017માં ભાજપનો પરાજય નિશ્ચિત છે જ્યારે મેં આટલી મોટી સભા ક્યારેય નથી જોઈ.
અમૂલમાં ગુજરાતની મહિલાઓની શક્તિ છે: રાહુલ ગાંધી
દેડિયાપાડામાં રાહુલા ગાંધીએ જણાવ્યું હતું કે મોદીજી કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? ગુજરાતમાં પોલસન નામની ડેરી હતી જે ખેડૂતોનું શોષણ કરતી હતી. આ અંગે મહિલાઓએ મહાત્મા ગાંધીને રજુઆત કરી હતી. અમુલમાં ગુજરાતની મહિલાઓની શક્તિ છે એમ કહીને રાહુલ ગાંધીએ પ્રશંસા કરી હતી. ગુજરાતનો વિકાસ માત્ર એક વ્યક્તિએ નથી કર્યો ખેડૂતોએ ગુજરાતની પ્રગતિ કરી છે. જેમાં કોંગ્રેસનો પણ સાથ છે.
http://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-rahul-gandhi-to-address-tribals-in-narmada-district-dediapada-village-gujarati-n-558752.html