મેડીકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ‘નીટ’ પ્રવેશ પરિક્ષા ના લીધે ઉભી થયેલ હાલાકી : 16 -05-2017

ઝડપી પરિણામો આપીને ગુજરાતના વિદ્યાર્થીઓને બહુ મોટો લાભ કરાયો છે તેવો દાવા કરનાર ગુજરાતની ભાજપ સરકાર મનઘડત નિર્ણયો, દિશાવિહીન પ્રવેશ નિતી, દરવર્ષે પ્રવેશ સમયે નિતી નિયમોમાં સતત ફેરફાર ને કારણે ગુજરાતના ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આશરે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને બી-ગ્રુપના મેડીકલ-ડેન્ટલ સહીત અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે મેડીકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ‘નીટ’ પ્રવેશ પરિક્ષા ના લીધે ઉભી થયેલ હાલાકી માટે રાજ્ય સરકાર ગંભીરતાથી ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે સાથો સાથ મેડીકલ-ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયા માટે તાત્કાલિક માર્ગદર્શન વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં ઉભી કરવામાં આવે. તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note