સરકારે સ્કૂલ ફી અંગે સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ. : 13 -05-2017

  • સરકારે સ્કૂલ ફી અંગે સ્પષ્ટ જાહેરાત કરી વાલીઓને લૂંટાતા બચાવવા જાઈએ
  • ભાજપે ચૂંટણી આવતા સ્કૂલ ફી અંગે કરેલા નિર્ણયમાં નવું સત્ર શરૂ થઈ રહ્યું હોવા છતાં ચુસ્ત અમલના અભાવે વાલીઓમાં હાલાકીઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે સત્તા સંભાળી ત્યારથી શિક્ષણજગતના માફિયાઓએ છડેચોક ચલાવેલી લૂંટ બાદ વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી સ્કૂલ ફી નિર્ધારીત કરી છે. પરંતુ નવા સત્રની શરૂઆત માટે ગણતરીના દિવસો બાકી હોવા છતાં સ્કૂલ ફી અંગે કોઈ સ્પષ્ટ જાહેરાત નહીં કરવામાં આવતાં વાલીઓ ભારે દ્વિધા અનુભવી રહ્યા છે. આથી ભાજપ સરકારે સંચાલકો સાથે કુલડીમાં ગોળ ભાગ્યા વિના વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં સત્વરે સ્કૂલ ફીના નિર્ણય અંગે ચુસ્ત અમલીકરણની જાહેરાત કરવી જાઈએ એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note