ઉમરગામમાં કિનારા બચાવો બોટ યાત્રાની પૂર્ણાહુતિ. : 13 -05-2017

  • સાગરખેડૂના નામે ૧૧ હજાર કરોડની જાહેરાત અને ખર્ચાયા માત્ર ૨ ટકા: શ્રી અહમદભાઈ પટેલ
  • કોંગ્રેસ શાસનમાં આવશે ત્યારે માછીમારોના પ્રશ્નોના ઉકેલ માટે અલગથી કામગીરી કરશે : ઉમરગામમાં કિનારા બચાવો બોટ યાત્રાની પૂર્ણાહુતિ.

જયાં સુધી ભાજપની સરકાર સત્તામાં રહેશે તે રાજય કે રાષ્ટ્રના હિતમાં નથી. જે લોકો પ્રજાને ગેરમાર્ગે દોરીને ગુજરાતના ખભા પર પગ મુકી દિલ્હી પહોંચ્યા છે. તેને હરાવીને ગુજરાતમાં પરત નહીં લાવીએ ત્યાં સુધી આપણો ઉધ્ધાર થવાનો નથી. સરહદ પર જવાનો શહીદ થઈ રહ્યા છે. તેને અટકાવવા ભાજપ સરકારે કોઈ પ્રયાસ કર્યા નથી. આ શબ્દો આજે ઉમરગામ ખાતે કિનારા બચાવો બોટ યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને માછીમારોના પ્રશ્નો કે સમસ્યા અંગે કોઈ ચિંતા નથી. માછીમારોના ઉત્થાનની માત્ર મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note