વી.આઈ.પી. કલ્ચર ખતમ કરવાના કોંગ્રેસ નેતૃત્વ હેઠળની પંજાબ સરકારના નિર્ણયને કેન્દ્ર સરકારે પણ શરમના માર્યા સ્વીકાર કરવો પડ્યો : 19-04-2017
વી.આઈ.પી. કલ્ચર ખતમ કરવાના કોંગ્રેસ નેતૃત્વ હેઠળની પંજાબ સરકારના નિર્ણયને કેન્દ્ર સરકારે પણ શરમના માર્યા સ્વીકાર કરવો પડ્યો છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર સચિવાલયમાંથી કિલ્લે બંધી દુર કરીને સામાન્ય નાગરિકો માટે દરવાજા ખુલ્લા મુકે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં માર્ગદર્શન મળે – દિશા નિર્દેશ મળે તે રીતે કોંગ્રેસ નેતૃત્વ હેઠળ પંજાબમાં રચાયેલ કેપ્ટન અમરીન્દરસિંઘની સરકારે તારીખ ૨૧ મી માર્ચે કેબીનેટમાં તાત્કાલિક અમલ થાય તે રીતનો વી.આઈ.પી. કલ્ચર ખતમ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. વી.આઈ.પી. કલ્ચર ખતમ કરીને કોંગ્રેસ નેતૃત્વ હેઠળની પંજાબ સરકારે શપથ ગ્રહણ સમારંભ પણ સંપૂર્ણ સાદાઈ પૂર્વક આયોજન કરીને પ્રજાની પરસેવાની કમાણીના નાણાંની બરબાદી અટકાવી હતી. જે લોકતંત્ર માટે અભિનંદનીય અને સરાહનીય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો