પ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી
પ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયા હતા.
“મહાત્મા ગાંધી – અમર રહો” ““સરદાર સાહેબ અમર રહો” ના નારા સાથે અમદાવાદમાં ઐતિહાસિક સરદાર સ્મારક સેવા ટ્રસ્ટના અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલયથી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા દ્વારા મોટી સંખ્યામાં જોડાયેલ સ્કૂટર રેલીને પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સત્યાગ્રહનો પ્રયોગ મહાત્મા ગાંધીજીએ સૌ પ્રથમ વખત ગુજરાતના ખેડા જિલ્લામાં અને બિહારના ચંપારણ જિલ્લામાં ૧૯૧૮-૧૯ માં કર્યો હતો. ખેડા જિલ્લામાં ખેડૂતો જમીનના માલિક હતા તેમ છતાં ગરીબી પ્રવર્તમાન હતી. અંગ્રેજો દ્વારા થતી અવગણના અને દમન હતા, આવા સંજોગોમાં ભૂખમરો ફાટી નીકળ્યો ત્યારે અંગ્રેજ સરકારે ખેડૂતોને ફરજીયાત કરવેરો ભરવાનો હુકમ કર્યો જેની સામે પૂ. મહાત્મા ગાંધીજી અહિંસક કાનૂન ભંગનો માર્ગ સૂચવ્યો. ખેડા સત્યાગ્રહમાં ગાંધીજી નૈતિક આગેવાન હતા. તેમના મુખ્ય સેનાપતિ સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો હતા જેઓએ ગામેગામ જઈને લોકોને જાગૃત કર્યા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note