શ્રધ્ધાંજલી સ્વ. શ્રી રમેશચંદ્ર અગ્રવાલ : 13-04-2017
ભાસ્કર જૂથના ચેરમેન, સમાજ સેવક શ્રેષ્ઠી શ્રી રમેશચંદ્ર અગ્રવાલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સચિવશ્રી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સ્વ. રમેશચંદ્ર અગ્રવાલ વિશાળ સમૂહ માધ્યમ દૈનિક ભાસ્કર-દિવ્ય ભાસ્કર ને ઉંચેરા માપદંડ સાથે સમગ્ર ભારતમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સામાજિક ચળવળ અને હકારાત્મક સમાચાર દ્વાર વિશ્વસનિયતામાં આગવું સિમાચિન્હ સ્થાપિત કર્યું હતું. પત્રકારત્વ ક્ષેત્રે તેમનુ અનેરૂ યોગદાન સમગ્ર દેશ યાદ રાખશે. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર દેશ પત્રકારત્વના મોભી ગુમાવ્યા છે. વ્યક્તિગત રીતે અને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રધ્ધાસુમન અર્પણ કરું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો