નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન – બોડેલી
આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” ના ભાગ રૂપે ખેડબ્રહ્મા, દાહોદ બાદ બોડેલી ખાતે ત્રીજી જાહેરસભા રાખવામાં આવેલ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરી સહિતના મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો મિત્રોને બોડેલી ખાતે યોજાયેલ “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” જનસભાને સંબોધન કર્યું હતું