નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન – દાહોદ
આદિવાસી સમાજને બેન્કો પૈસા આપતી નથી. સરકારમાંથી પૈસા આવતા નથી. જેથી કરીને આદિવાસી ભાઈઓને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂર પડે છે. વ્યાજના ચક્કરમાંથી મુક્તી મળે અને આદિવાસી ભાઈ બહેનો માન સન્માન સાથે જીંદગી જીવી શકે તે માટે કોંગ્રેસ પક્ષ આદિવાસી ભાઈ બહેનો માટે વિશેષ યોજના લાવશે તેવી જાહેરાત સાથે દાહોદ ખાતે બપોરે ૨-૦૦ કલાકે યોજાયેલ “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” જનસભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના અણઘડ આયોજનના કારણે નર્મદા પાણી જ્યાંથી પસાર થાય છે. ત્યાં પાણી આપવાને બદલે ઉદ્યોગ ગૃહોને આપી આદિવાસી સમાજને ભારોભાર અન્યાય કરી રહ્યાં છે. ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉદ્યોગપતિઓને આટો’ ની નીતિના કારણે આદિવાસી સમાજના ભાઈ-બહેનો અને ખાસ કરીને યુવાનોને તેમના હક્ક અને અધિકાર મળતા નથી.