ગુજરાતમાં ચૂંટણી આવતાં જ ભાજપને પ્રજા કેમ યાદ આવી…? કોંગ્રેસ
ગુજરાતમાં ચૂંટણી આવતાં જ ભાજપને પ્રજા કેમ યાદ આવી…? કોંગ્રેસ
છેલ્લા પચ્ચીસ વર્ષથી મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને પોષીને સમાજનાં મોટાભાગનાં વર્ગનું શોષણ કરનાર ભાજપ સરકારને પ્રજાની સમસ્યાઓ ઉકેલવા જાહેર પડકાર : ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાતમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી વિકાસના નામે લોલીપોપ આપનાર ભાજપ સરકાર વિધાનસભાની ચૂંટણી આવતા જ ગૌહત્યાથી લઈ દારૂબંધી તેમજ શિક્ષણ ફી નિયંત્રણથી લઈ ખેડૂતોને પ્લોટ આપવાની જાહેરાતો દ્વારા પ્રજાને ગુમરાહ કરી રહી હોવાનું જણાવતાં કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખી રાજ્યના મોટાભાગનાં શોષિત સમાજની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા પડકાર ફેંક્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખૂલ્લો પત્ર લખી પ્રજાકીય સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું છે કે, ભાજપ સરકારે છેલ્લા પચ્ચીસ વર્ષથી લોલીપોપ આપી વ્યાપક ભ્રષ્ટાચાર અને કૌભાંડો જ આચર્યા છે. ભાજપ સરકારે આજદિન સુધી મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને પોષીને યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો, દલિત, આદિવાસી, કર્મચારીઓ અને વેપારીઓનું શોષણ જ કર્યું છે. ભાજપે જ છેલ્લા બે દશકામાં ઉભી કરેલી સમસ્યાઓથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે ચૂંટણી આવતાં જ વિવિધ જાહેરાતો અને નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ગૌહત્યાનો કાયદો લાવનાર ભાજપ સરકાર છેલ્લા ૨૫ વર્ષથી ક્યાં હતી ? દારૂબંધી અને હુક્કાબાર બંધનો કાયદો કેમ લાવવો પડ્યો ? ફિક્સ પગારમાં કેમ હવે વધારો કર્યો ? બીન અનામત વર્ગને ૧૦ ટકા અનામતની લોલીપોપ કેમ બેસ્વાદ બની રહી ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો