ભાજપના પ્રદેશ પ્રમુખ સામે નોનબેલેબલ વોરંટ
- ભાજપના પ્રદેશ પ્રમુખ સામે નોનબેલેબલ વોરંટ.
- લાખો રૂપિયાના ચેક પરત ફરતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની મુંબઈ કોર્ટ ધ્વારા નોન બેલેબલ વોરંટ.
- મુંબઈની પોલીસ ભાજપના પ્રદેશ પ્રમુખને ભાવનગર પકડવા આવી પરંતુ ઘરે હાજર ન મળતા પોલીસે પંચનામું કર્યુ.
સમગ્ર કેસની હકીકત એવી છે કે ખુબજ કિંમતી એવી સ્ટેન રોઝ સ્ટીલ લિમીટેડ (વોલ્વો સ્ટીલ તરીકે ઓળખાતી) ની જમીન તથા ફેક્ટરી હાઈકોર્ટના ધ્વારા થયેલી જાહેર હરરાજીમાં ઈવા ગ્રુપ ઓફ કંપનીઝએ ખરીદી હતી. આ કંપનીમાં ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાધાણી ભાગીદાર હતા. આ સમગ્ર મિલકત ૧૦.૮૫ કરોડ રૂપિયામાં તા. ૨૭/૦૮/૨૦૧૦ના રોજ ખરીદવામાં આવી હતી. ત્યાર બાદ આ જ મિલકત ઈવા ગ્રુપ ઓફ કંપનીઝએ મુંબઈની નોવેલ્ટી પાવર ઇન્ફ્રાટેક કંપનીને ખુબ મોટી કિંમતે વેચી હતી અને આ વેચાણ પેટે ત્રણ કરોડ રૂપિયા લીધા હતા. લાંબા સમય સુધી ટાઈટલ ક્લીયર ન થવાથી સોદો રદ થયો હતો અને ઈવા ગ્રુપ ઓફ કંપનીએ પરત આપવાના સમાધાનકારી લખાણ કર્યા હતા અને તે સમયે ૨૪ લાખ રૂપિયા પ્રથમ હપ્તાના આપવાનું નક્કી થયું હતું અને ત્યાર બાદ બાકીના પૂરેપુરા પૈસા એટલે કે ત્રણ કરોડ અને તેના વ્યાજ તથા અનુવંશીક નાણાં આપવાના હતા. પહેલા હપ્તાના પેટે અપાયેલા ચેક જયારે મુંબઈ ખાતે બેંકમાં જમા કરવામાં આવ્યા ત્યારે તે ચેક ડીસઓનર થવાથી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ૫૮ નંબરની કોર્ટ બાંદ્રા મુંબઈ ખાતે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ સાથે ૧૪૧ નીચે ક્રિમીનલ કેસ દાખલ થયો હતો જેમાં ઈવા ગ્રુપ ઓફ કંપનીના ભાગીદાર અને હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણીને તહોમતદાર તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો