ગઈ કાલે તા. ૩૦-૦૩-૨૦૧૭ ગુજરાત યુનિર્સીટી ખાતે યોજાયેલી સેનેટની બેઠકના વિરોધમાં : 31-03-2017
ગઈ કાલે તા. ૩૦-૦૩-૨૦૧૭ ગુજરાત યુનિર્સીટી ખાતે યોજાયેલી સેનેટની બેઠકના વિરોધમાં એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવેલ તે આંદોલન દરમ્યાન પોલીસ દ્વારા એન.એસ.યુ.આઈ.ના ઝંડાને બળવામાં આવ્યો તે ખુબ જ શરમજનક ઘટનાને આકરા શબ્દોમાં વખોડતા એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, એન.એસ.યુ.આઈ. એક રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન છે અને પોલીસ સરકારના દબાણ હેઠળ જો આવા કર્યો કરશે તો એન.એસ.યુ.આઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં એન.એસ.યુ.આઈ. દ્વારા રાજ્યના ગૃહમંત્રીશ્રીના પુતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને એન.એસ.યુ.આઈ.ના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો