શાહ કમિશનના નામે કલીનચીટની વાતો કરનાર ભાજપ સરકારને ઉધડી લેતાં – અર્જુનભાઈ મોઢવાડીયા : 31-03-2017

નરેન્દ્ર  મોદીના શાસનમાં ૧૭ કૌભાંડમાં થયેલ એક લાખ કરોડના ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કેન્દ્રીય એજન્સીઓ પાસે જતી રોકવાના ઈરાદાથી રચાયેલ મોદી બચાવ એમ. બી. શાહ કમીશનનો આજે રજુ થયેલ રીપોર્ટ સ્વાસભાવિકપણે દલા તરવાડી સરકારને બચાવવાનો હોવા છતાં જે ભ્રષ્ટ  હકિકતો બહાર આવી છે તે ગુજરાતની અને દેશની પ્રજાની આંખ ઉઘાડનારી છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો તેની પૂનઃ તપાસ કરાવીને જવાબદારો સામે પગલાં લેવાશે જ એવી જાહેરાત આ કૌભાંડો અંગે રજુઆત કરનાર પુર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શાહ કમિશનના નામે કલીનચીટની વાતો કરનાર ભાજપ સરકારને ઉધડી લેતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે શરૂઆતથી જ શાહ કમીશનને મોદી બચાવ કમીશન ગણીને બહિષ્કાર કર્યો હતો. છતાં પણ શાહ કમીશન ફાઈલ અને રેકોર્ડ ઉપરની હકિકતોને ખોટી ઠરાવી શકયું નથી ઉલ્ટું જે કૌભાંડની જે હકિકતો અને દસ્તાઉવેજી પુરાવાઓ છે તેને કયાંય ખોટા ઠેરવી શકયું નથી ઉલ્ટાલનું સમર્થન આપવું પડયું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note