ગુજરાત યુનીવર્સીટીમાં મળતી વાર્ષિક સેનેટની બેઠકમાં Student Representative ષડ્યંત્ર દ્વારા ગાયબ : 29-03-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્યશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યની સવથી જૂની ગુજરાત યુનીવર્સીટીમાં ૩૫૦ કરતા વધુ કોલેજોના ૩.૫ લાખ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુજરાત યુનીવર્સીટીના સેનેટ બોર્ડના માળખામાં પ્રોફેસર, કર્મચારી, પ્રિન્સીપાલ સરકારના રજીસ્ટર સેનેટ જેવા ૧૪૬ સભ્યોની સાથે વિદ્યાર્થીઓના ૧૦ પ્રતિનિધિઓનો અને ૧૪ વેલફેર સભ્યોનો સમાવેશ થાય છે ગુજરાત યુનીવર્સીટી દ્વારા છેલ્લા ૨ વર્ષથી વિદ્યાર્થી સેનેટની ચુંટણી કરવામાં આવી નથી. યુનીવર્સીટી સેનેટની બેઠક વિદ્યાર્થીઓની મુશ્કેલી દુર કરવા અને ઉજ્વળ ભવિષ્યના નિર્માણ માટે મળે છે. પરંતુ યુનીવર્સીટીના સત્તાધીશો દ્વારા પોતાના અંગત લાભ માટે વિદ્યાર્થીઓનું હિત જોખમાઈ તેવા તાનાશાહી ભર્યા નિર્ણયો સરકારના ઈશારે લેવાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો