ગુજરાતમાં કોંગ્રેસ 125 બેઠકો મેળવીને સરકાર બનાવશેઃ ભરતસિંહ સોલંકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં આજે કોંગ્રેસનું ઓબીસી સમ્મેલન યોજાયુ હતુ. જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરતસિંહ સોલંકીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠકો મેળવીને સરકાર બનાવશે.
ગુજરાતમાં ભાજપ બઘવાઇ ગયુ છેઃ ભરતસિંહ સોલંકી
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ બઘવાઇ ગયુ છે. પરંતુ કોંગ્રેસ પક્ષ આ વખતે સૌથી વધારે બેઠકો મેળવીને ગુજરાતમાં સરકાર બનાવશે. તેઓએ કોંગ્રેસ 125 બેઠકો મેળવશે તેવો પણ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં 20 હજારથી વધારે મતોથી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવારોને ટિકિટ નહીં આપવામાં આવે. આ ઉપરાંત જેઓએ બુથ લેવલની કામગીરી નહીં કરી હોય તેઓને પણ ટિકિટ નહીં મળે.
વડોદરા શહેરની દુમાડ ચોકડી પાસે આયોજીત કોંગ્રેસના ઓબીસી સમ્મેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો સહિત લોકો હાજર રહ્યા હતા.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-c-35-bharatsinh-solnki-in-congress-obc-convention-in-vadodara-NOR.html