ભાજપ સરકારે સત્તામાં મદમસ્ત બની લોકપ્રહરીઓનું શોષણ : 24-03-2017
- ભાજપ સરકારે સત્તામાં મદમસ્ત બની લોકપ્રહરીઓનું શોષણ કર્યું છેઃ કોંગ્રેસ
- પત્રકારોને મકાન, પેન્શન, તબીબી સારવાર અને સહાય આપશેઃ ડૉ. હિમાંશુ પટેલ
છેલ્લા બે દશકાથી સત્તાનાં મદમાં મદમસ્ત બનેલી ભાજપ સરકારે સમગ્ર વિશ્વમાં ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ જગતને હળહળતા અન્યાય સાથે અમાનવીય શોષણ કરી લાચાર કર્યું હોવાનો સીધો આરોપ મુકતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, કોંગ્રેસ સત્તા પર આવતાં જ દરેક પત્રકારોને મકાન અને પેન્શન સાથે ઉચ્ચ અધિકારીને તબીબી સારવાર માટે મળતાં તમામ સરકારી લાભો આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો