ધોરણ-૧૦ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનું અંગ્રેજી વિષયનું પેપર ફુટવાની ઘટનાની : 24-03-2017

  • રાજ્યના ૧૦ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલ ધોરણ-૧૦ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનું અંગ્રેજી વિષયનું પેપર ફુટવાની ઘટનાની સંપૂર્ણપણે ન્યાયિક તપાસની માંગઃ કોંગ્રેસ
  • પેપર ફુટવાની ઘટના અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જવાબદારીનો સ્વીકાર કરેઃ કોંગ્રેસ

ધોરણ – ૧૦ ની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનું અંગ્રેજી વિષયનું પેપર ફુટવાની ઘટના અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ ની પરિક્ષામાં ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યાં છે ત્યારે અંગ્રેજી વિષયનું પેપર ફુટવાની ઘટના ઘણી જ ગંભીર બાબત છે. પરિક્ષા શરૂ થતા પહેલા સવારે ૯-૩૦ કલાક આસપાસ સોશ્યલ મીડીયામાં અંગ્રેજી વિષયનું પેપર વાયરલ થયું હતું અને આ પેપર જિલ્લા શિક્ષણ અધિકારીને પરિક્ષા પહેલા વોટ્સએપ પર મળ્યું હતું. જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ સ્વીકાર કર્યો હતો. બીજીબાજુ બોર્ડના ઉપાધ્યક્ષ અંગ્રેજી વિષયનું પેપર પરિક્ષા શરુ થયા બાદ વાયરલ થયું હોવાની જાહેરાત કરે છે. જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી આવી કોઈ ઘટના બની નથી, તે અંગે ચકાસણી ચાલે છે. પેપર ફુટવાની ઘટના શક્ય નથી, બુલેટ પ્રુફ વ્યવસ્થા છે. તેવા નિવદનો કરે છે. સમગ્ર બાબત પરથી એ સ્પષ્ટ થાય છે કે રાજ્યનો શિક્ષણ વિભાગ લાખો વિદ્યાર્થીઓની જાહેર પરિક્ષાના આયોજન અને ગુપ્તતા માટે ગંભીર હોય તેમ જણાતું નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note