ભાજપે શહીદ દિન નિમિત્તે પણ રાજનીતિ કરીને શહીદોનું અપમાન કર્યું : 23-03-2017
- શહીદોના મહામૂલા બલિદાન પર રાજનિતી કરનાર ભાજપ બ્રિગેડ શરમ કરે
- અહંકારમાં મદમસ્ત બની ગયેલ ભાજપે શહીદ દિન નિમિત્તે પણ રાજનીતિ કરીને શહીદોનું અપમાન કર્યું છે.
દેશના આઝાદીના જંગમાં વીર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ સહિતના અનેક લડવૈયાના મહામૂલા બલિદાન ઇતિહાસના પન્ને સુવર્ણ અક્ષરે કંડારાયેલ છે, અનેક નામી, અનામી લોકોએ આઝાદી જંગમાં મહામૂલા બલિદાન આપ્યાં છે તેમની યાદમાં તા. ૨૩મી માર્ચનો દિવસ સમગ્ર દેશ શહીદ દિન તરીકે યાદ કરીને શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરે છે પણ અહંકારમાં મદમસ્ત બની ગયેલ ભાજપે શહીદ દિન નિમિત્તે પણ રાજનીતિ કરીને શહીદોનું અપમાન કર્યું છે. શાળા-કોલેજ સંચાલકોને સુચના આપીને કાર્યક્રમમાં નાનાં બાળકોને ઉપસ્થિત રાખી બાળકોના ગળામાં ફરજીયાતપણે ભાજપના ખેસ પહેરાવવામાં આવ્યા. ચૂંટણી નજીક આવતા મતની ખેતી માટે શહીદોના મહામૂલા બલિદાન પર રાજનિતી કરનાર ભાજપે શહીદોનું અપમાન કર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો