મોદીનું મહિલા સશક્તિકરણ : 09-03-2017
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત મહિલા સરપંચના સન્માન સમારંભમાં જે ઘટનાઓ બની છે તેનાથી મોદી અને ભાજપનું માથું શરમથી ઝુકી જવું જોઈએ. કરોડો રૂપિયાનો ખર્ચ કરી સમસ્ત ભારતમાંથી દરેક રાજ્યમાંથી મહિલા સરપંચોને મહેમાન બનાવ્યા, પણ ગુજરાતની જ તાજેતરમાં જ ચુંટાયેલી હજારો મહિલા સરપંચોની ડરના માર્યા બાદબાકી કરી નાખી. આયોજકોને ડર હતો કે ગુજરાતની સરપંચો મોટા ભાગે કોંગ્રેસ સમર્થક હોવાથી મોદીની પોલ ખોલી નાખશે. આ ડરથી ફફડી ઉઠેલા વહીવટી તંત્રે ગુજરાતના જીલ્લાઓમાંથી થોડીક જ મહિલા સરપંચને માત્ર નામ ખાતર હાજર રાખી. કેરાલાની બે મુસ્લિમ સરપંચોને તેમના બુરખાને લઈને હેરાન કરી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો