ટાગોર હોલ ખાતે આયોજીત વિસ્તૃત કારોબારી
વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાનમાં રાખી “લક્ષ્ય – ૨૦૧૭” “નવસર્જન ગુજરાત” ના નારા સાથે તા. ૦૪/૦૩/૨૦૧૭ ના રોજ બપોરે ૦૨-૩૦ કલાકે અમદાવાદ ટાગોર હોલ ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નેતાશ્રી- કારોબારી ચેરમેનશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને વિશેષ આમંત્રિતશ્રીઓ માર્ગદર્શન આપતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજીએ જણાવ્યું હતું કે, પક્ષના કાર્યકરો, પદાધિકારીઓ એક જ લક્ષ્ય – ૨૦૧૭ નવસર્જન ગુજરાત છે. લક્ષ્ય માટે સખત મહેનત કરવી પડશે. જનસંપર્ક કરવો પડશે. સામાન્ય નાગરિકોનો વિશ્વાસ-ભરોસો કોંગ્રેસ પક્ષની નિતી અને કામગીરીમાં રહ્યો છે. ગુજરાતની સ્થાપના ૧૯૬૦ માં થઈ ત્યારબાદ કોંગ્રેસ પક્ષે રાજ્યના સંતુલિત વિકાસ માટે ગુજરાતના નાગરિકોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો, ડેમ, સિંચાઈની યોજનાઓ, ઔદ્યોગિક એકમો સહિત પાયાની સુવિધાઓ માટે મુખ્ય યોગદાન આપ્યું, ત્યારબાદ જ્યારથી જુઠ્ઠાં વચનો, વાયદાઓ આપીને ગુજરાતમાં સત્તા પર આવનાર ભાજપે પ્રજા સાથે છેતરપીંડી કરી છે. પ્રજાદ્રોહ કરનાર ભ્રષ્ટાચારી ભાજપ સરકારને લોકતાંત્રિક રીતે હરાવવાનો સમય પાકી ગયો છે.