મહિલા કોંગ્રેસ દ્વારા શિબિરનું ઉદ્ઘાટન : 04-03-2017
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત મહિલા કોંગ્રેસ મહિલા દિવસ જે ૮ માર્ચે આવનાર છે અને સ્ત્રીઓની સમાનતા અને શિક્ષણ માટે પહેલ કરનાર સાવિત્રીબાઈ ફૂલેની ૧૦ માર્ચે ૧૨૦મી પુણ્યતિથી આવી રહી છે ત્યારે એક “વિચારસત્ર”નું આયોજન કરેલ છે . જેમાં આખા ગુજરાતમાંથી મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે શ્રી ઉત્તમભાઈ પરમાર અને શ્રી નૈશધભાઈ પરમાર તથા રાજેશભાઈ ગ્રીગલાનીએ માર્ગદર્શન આપ્યું હતું “સ્ત્રી સ્વાતંત્ર્ય, સમાનતા અને ન્યાય અને બંધુતાની ગઈકાલ, આજ અને આવતીકાલ” નામે યોજાયેલ આ વિચારસત્રમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી શોભા ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીશ્રી ગુરુદાસ કામત, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી સોનલબેન પટેલ તથા ગુજરાતના મહિલા પ્રભારી શ્રીમતી શોભાના શાહ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો