ભાજપ સરકારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા શિક્ષણના માફિયાઓ પેદા કર્યા છે. : 03-03-2017

  • ભાજપ સરકારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા શિક્ષણના માફિયાઓ પેદા કર્યા છે.
  • ગુજરાતમાં શિક્ષણના વેપારીકરણ તેમજ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે મનસુખ શાહ અને જયેશ પટેલ જેવા અનેક મળતીયાઓને છુટો દોર મળ્યો છે.
  • ભાજપ સરકાર આજદિન સુધી સુમનદીપના કૌભાંડની તપાસ કેમ કરાવી નથી? તે અંગે આરોગ્ય મંત્રી શ્રી શંકર ચૌધરી હજુ કેમ મૌન છે?

ગુજરાતના મેડીકલ શિક્ષણમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખાનગી કોલેજો બેફામ વાલીઓને લૂંટી રહી છે. તેવા આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, સુમનદીપ વિદ્યાપીઠના મનસુખ શાહ અને જયેશ પટેલ જેવા અનેક મળતીયાઓ છેલ્લા ઘણાં વર્ષોથી કૌભાંડો આચરી રહ્યાં છે અને મનસુખ શાહના માધ્યમથી ભાજપના સત્તાધીશો ગુજરાતના વાલીઓને લૂંટી રહ્યાં છે. સુમનદીપ વિદ્યાપીઠના બેફામ ભ્રષ્ટાચાર અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને થતી ખોટી હેરાનગતી માટે ભાજપના કયા નેતા જવાબદાર છે? ભાજપ સરકાર આજદિન સુધી સુમનદીપના કારનામાઓની તપાસ કેમ કરાવતી નથી? અને હંમેશા બેફામ નિવેદનો માટે જાણીતા વિવાદાસ્પદ આરોગ્યમંત્રી શ્રી શંકર ચૌધરી સમગ્ર મામલે હજુ કેમ મૌન છે?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note