ભાજપ શાસનમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર અંગે ગંભીર પગલાં ભરવાની માંગ : 03-03-2017
ભાજપ શાસનમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર અંગે ગંભીર પગલાં ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં અમરેલી જિલ્લાના વરસાડા ગામમાં દલિત સરપંચની હત્યા કરવામાં આવી, ઉનામાં દલિત સમાજના ભાઈઓ પર અમાનુષી અત્યાચાર થાય, થાનગઢમાં પોલીસ ગોળીબારમાં ત્રણ દલિત યુવાનોના મોત થાય, રોજગારી, હક્કની જમીન, ઘરથાળના પ્લોટ, પીવાનું પાણી સહિતના મુદ્દે જ્યારે દલિત સમાજ રજૂઆત કરે તો તેમના પર અત્યાચાર થાય. વહીવટી તંત્ર-પોલીસ તંત્ર પીડીત પરિવારોની વાત સાંભળવા અને રક્ષણ આપવાને બદલે ગુનેગારોને રાજકીય આશ્રય આપે તે ભાજપ શાસનની ઓળખ બની ગઈ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો