ખનિજ તત્વોની લૂંટફાટ-ગેરાકાયદેસર ખોદાણમાં રૂપિયા ૧ લાખ કરોડ કરતાં વધુના કૌભાંડ : 01-03-2017
છેલ્લા ૧૦ વર્ષમાં રેતી, માટી, કપચી, કાચો કોલસો, લિગ્નાઈટ, મેન્ગેનીઝ, બોક્સાઈટ, જીપ્સમ સહિતના કિંમતી ખનિજ તત્વોની લૂંટફાટ-ગેરાકાયદેસર ખોદાણમાં રૂપિયા ૧ લાખ કરોડ કરતાં વધુના કૌભાંડમાં ભાજપ સરકારની ધનસંગ્રહ યોજના હોવાથી મુખ્યમંત્રીશ્રી અને તેમના મંત્રીઓ-પરિવારો ભીનું સંકેલવા સીધી સૂચના આપતા હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કચ્છમાં મોટા પાયે ખાણ-ખનિજની ચોરી પકડવા વિજીલન્સ સ્કવોડ ની ૧૬ ટીમો ઉતરી પડી હતી. જેમાં ખાણ-ખનિજ પ્રવૃત્તિ માટે પ્રતિબંધીત બોક્સાઈટ ભરેલી ત્રણ ટ્રકો સરકારના અધિકારી દ્વારા પકડવામાં આવી હતી. જેના ચલણ અને રોયલ્ટી પાસમાં પ્રોસેસીંગ મટીયરલ્સ બતાવવામાં આવ્યું હતું જેની તપાસ કરતાં મુદ્રા પોર્ટ પર પચાસ હજાર ટન બોક્સાઈટ પડેલું હોવાની ચોંકાવનારી માહિતી આ અધિકારીને મળતાં તપાસ કરવા માટે ફ્લાઈંગ સ્કોર્ડના ટીમ લીડરને જાણ કરતા આ તપાસ કચ્છના ભૂસ્તર શાસ્ત્રી અધિકારીને કરવાની હતી. આ કરોડો રૂપિયા ખાણ-ખનિજની ચોરીની તપાસ આગળ વધી નથી. મોટા ભાગે ખાણ-ખનિજ વિભાગના મુખ્ય વડા અધિકારી દ્વારા પણ આ અંગે કોઈ પણ દરોડાની વિગત બહાર પડાઈ નથી. જે દર્શાવે છે કે, સમગ્ર કૌભાંડમાં રાજ્યના મુખ્યમંત્રીના પરિવારની સૂચનાથી ભીનું સંકેલાઈ ગયાનું અધિકારી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો