ભાજપ સરકારને પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના નિધનની તપાસ કરાવવા પડકાર : 22-02-2017
- સત્તાલાલચું ભાજપની બેધારી નીતિ સાથેના અસલી ચહેરાનો પર્દાફાશ
- ત્રણ વર્ષથી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ સરકારને પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના નિધનની તપાસ કરાવવા પડકારઃ ડૉ. હિમાંશુ પટેલ
કોઈ પણ ભોગે સત્તા મેળવવા માટે બેધારી નીતિ અખત્યાર કરનાર ભાજપના અસલી ચહેરાનો પ્રજા સમક્ષ પર્દાફાશ થઈ ગયો હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે વિપક્ષમાં રહી કાગારોળ મચાવનાર ભાજપને પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીથી લઈ સુભાષચંદ્ર બોઝ અને હરેન પડ્યાના નિધન અંગે તપાસ કરાવવા પડકાર ફેંક્યો છે. વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ તેમજ વિપક્ષોના જોડાણોને કજોડું ગણાવતા ભાજપે કાશ્મીરથી લઈ પંજાબ અને મહારાષ્ટ્રમાં પોતાની સત્તાલાલચના કારણે કરેલા જોડાણોથી પ્રજાને ભાજપની તકવાદી નીતિ-રીતિનો ખ્યાલ આવી ગયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો