ગુજરાતના તમામ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા દિશાવિહીન બજેટની હોળી : 21-02-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારે આજે જાહેર કરેલું બજેટ ફક્ત જાહેરાતોનું અને પ્રજાજનોને ભ્રમિત કરનારું બજેટ જાહેર કર્યું છે જેના વિરોધમાં રાજ્યના આઠ મહાનગરોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા બજેટની હોળી કરવામાં આવી હતી. બજેટમાં યુવાનો માટે કંઈ નથી, શહેરી-મધ્યમ વર્ગ માટે કંઈ નથી. એફોર્ડેબલ હાઉસીંગ બાબતે પ્રજાજનોને છેતરી રહ્યાં છે. વેપારીઓ માટે પણ કોઈ જ પ્રકારની રાહત આપવામાં આવી નથી. જેનાથી નાના-મધ્યમ વર્ગના વેપારીઓની કમરતૂટી જશે. જ્યારે મહિલાઓ માટે ઘરનું ઘર એ સ્વપ્ન બની ગયું છે. યુવાનોને રોજગારી ક્ષેત્રે નિષ્ફળ નીવડેલી આ સરકારે બજેટમાં નવી રોજગારી પણ ઉભી કરી નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note