શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રધ્ધાંજલી-પુષ્પાંજલી : 13-02-2017

ભારતીય સૈન્યના જવાન શ્રી ગોપાલસિંહ ભદોરીયાના પાર્થિવ દેહને આજરોજ અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રધ્ધાંજલી-પુષ્પાંજલી પાઠવવામાં આવી હતી. શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને શ્રધ્ધાંસુમન પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા- સેવા માટે   આંતકવાદી સામે લડતા લડતાં શ્રી ગોપાલસિંહ ભદોરીયા શહીદ થયા છે. તેમના નિધનથી દેશે એક ઝાંબાઝ સૈનિક ગુમાવ્યા છે. શ્રી ગોપાલસિંહ ભદોરીયાની શહીદીને કોંગ્રેસ પક્ષ નતમસ્તકે સલામ કરે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note