જંબુસર ખાતે યોજાયેલ ‘જન વેદના’ સંમેલન : 11-02-2017

ભરૂચ જીલ્લા કોંગ્રેસ આયોજીત જંબુસર ખાતે યોજાયેલ ‘જન વેદના’ સંમેલનને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના પુર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે બળાત્કારીઓને  ઊંધા લટકાવી ચામડી ઉતારી જાય ત્યાં સુધી ફટકારવા જોઈએ તેવું ઉતર પ્રદેશની ચુંટણી સભામાં નિવેદન કરનાર। કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી કચ્છ નલિયાના મેગા-બળાત્કાર કાંડ ના દોષિત ભાજપના આગેવાનોને પણ આ પ્રકારે સજા કરાવવા સુશ્રી ઉમા ભારતી ગુજરાત આવી પહેલ કરે અને કચ્છની યુવાન દીકરીના બેડરૂમ સુધી જાસુસી કરનાર જે તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રહમંત્રી અમિત શાહને કઇ પ્રકારની સજા કરવી તે પણ જણાવે.

Press Note