૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને ચાર મહિના કરતાં વધુ સમયથી વેતન ન આપવાની બાબત : 24-01-2017
કાયદો વ્યવસ્થા, કુદરતી આપત્તી અને ટ્રાફિકમાં પોલીસતંત્રને મદદરૂપ થવા ફરજ બજાવતા ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને ચાર મહિના કરતાં વધુ સમયથી વેતન ન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનો કાયદો-વ્યવસ્થા અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ફરજ બજાવે છે. મોટા ભાગના હોમગાર્ડ જવાનોને છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયથી વેતન ચૂકવાયું નથી. અમુક જિલ્લામાં તો છ મહિના જેટલા સમયથી હોમગાર્ડ જવાનોને વેતન ચૂકવાયું નથી. સામાન્ય-મધ્યમ વર્ગના હોમગાર્ડ જવાનો વેતન માટે ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી શકતા નથી. ગુજરાતના હોમગાર્ડ જવાનોને નજીકના પડોશી રાજ્યો કરતાં ઘણું ઓછું વેતન મળે છે. ગુજરાતના હોમગાર્ડ જવાનોને પ્રતિદિન રૂા. ૨૦૦/- અને રૂા. ૪/- વોશિંગ એલાઉન્સ એટલે રૂા. ૨૦૪/- જેટલું જ વેતન આપવામાં આવે છે પણ છેલ્લાં ઘણાં વર્ષોથી તે પણ નિયમિત મળતું નથી. યુનિફોર્મ મળતાં નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો