“જન વેદના સંમેલન” : 23-01-2017
આઝાદી જંગના લડવૈયા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ અને લોખંડી મહિલા શ્રીમતી ઈન્દીરા ગાંધીનું જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે બંને મહાનુભાવોને જનવેદના સંમેલનની શરૂઆત પહેલા પુષ્પાંજલી કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.
ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા (૧)નોટબંધીથી કેટલું કાળુંનાણું બહાર આવ્યું ? (૨)નોટબંધીના કારણે જાન ગુમાવનારને સરકારે કેટલું વળતર આપ્યું ? (૩)નોટબંધીથી દેશને કેટલો આર્થિક ફાયદો/નુકસાન થયું ? (૪)દેશમાં કેટલા રોજગાર ઓછા થયા ? (૫) નોટબંધીનો નિર્ણય કોણે લીધો ? પ્રશ્નો સાથે પ્રજાની વેદનાને વાચા આપવા આજ રોજ આણંદ ખાતે “જન વેદના સંમેલન” માં જંગી જનમેદનીને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાને અને ભાજપે માત્ર વચનો આપ્યા છે અને દેશના લોકોને ગુમરાહ કર્યા છે. રીઝર્વ બેન્કની સ્વાયત્તતા છીનવવમાં આવી છે વારંવાર નિયમોમાં ફેરફાર કરવાના કારણે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને રીવર્સ બેન્ક ઓફ ઈન્ડીયા તરીકે ઓળખાવા લાગી છે. રાજ્ય અને દેશમાં ભાજપની સરકાર ખોટી ખોટી અને મોટી મોટી જાહેરાતોનો પર્દાફાશ કરવાનો છે. કોંગ્રેસ પક્ષની સરકારે જે તે સમયે મનરેગા યોજના દ્વારા રોજગારનો અધિકાર આપ્યો. આદિવાસીઓને જંગલની જમીનનો અધિકાર આપ્યો. ૬ થી ૧૪ બાળકો રાઈટ ટુ એજ્યુકેશન દ્વારા શિક્ષણનો અધિકાર આપ્યો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો