૧૫ વર્ષના શાસનમાં સહાયક પ્રથાના નામે મોટા પાયે આર્થિક શોષણની નીતિનો લાખો યુવાનો ભોગ
ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકારના છેલ્લાં ૧૫ વર્ષના શાસનમાં સહાયક પ્રથાના નામે મોટા પાયે આર્થિક શોષણની નીતિનો લાખો યુવાનો ભોગ બની રહ્યા હતા ત્યારે ચારે બાજુથી ઘેરાયેલી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકારે ફીક્ષ પગાર ધારકોને પગાર વધારો આપીને ન્યાય આપવાનો દેખાવ કરી રહી છે હકીકતમાં ગુજરાતના યુવાનોને પગાર વધારો નહીં પરંતુ પૂરો પગાર આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની યુવા વિરોધી માનસિકતાને કારણે ગુજરાતના યુવાનોને સતત અન્યાય થઈ રહ્યો છે. ફીક્ષ પગાર ધારકો ઘણા વર્ષોથી તેમના હક્ક અને અધિકાર માટે સતત લડત આપતો રહ્યો છે. ફીક્ષ પગાર ધારકો-સહાયક નીતિ નાબૂદ થાય. “સમાન કામ – સમાન વેતન” માટેની માંગ સાથે કોંગ્રેસ પક્ષે બે દિવસ ધરણા કાર્યક્રમ કર્યા હતા. વિધાનસભા અને વિધાનસભાની બહાર ફીક્ષ પગાર ધારકોના ન્યાય માટે કોંગ્રેસ પક્ષ લડત આપતો રહ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો