રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની કચેરી ખાતે ઘસી જઈને તાળાબંધી
ભાજપ સરકારના ‘નોટબંધી’ ના અરાજક ભર્યા નિર્ણયની વિરૂધ્ધમાં આજે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં કાર્યકરો ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે પણ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની કચેરી ખાતે ઘસી જઈને તાળાબંધી કરી હતી. તાળાબંધીના કાર્યક્રમમાં શ્રી સુશિલકુમાર શિંદે, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી શંકરસિંહ વાઘેલા સહિત ૫૦૦ થી વધુ કાર્યકરો-આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
તાળાબંધી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો-નાગરિકોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “નોટબંધીને ૭૦ દિવસ પૂરા થયાં છે. ૧૨૫ કરોડ નોટબંધી કેસલેસ – રીઝર્વ બેન્કના ભ્રષ્ટ નિર્ણય સામે પ્રજા ધીરજથી કામ લઈ રહી છે, પોતાના પરેસાવાની કમાણીના પૈસા બેન્કમાં લેવા જવા કતારમાં ઉભું રહેવું પડે છે. રીઝર્વ બેન્ક ના પૈસા બેન્ક આવે તે પાછલાં બારણે થી જતા રહેછે. ૧૫ લાખ કરોડ એન.પી.એ. ફક્ત એસ.બી.આઈ. માં ૫ લાખ કરોડ એન.પી.એ. થયા છે. નોટબંધી કરીને પ્રજાના પૈસાથી મૂડીપતિઓની એન.પી.એ. ભરવા વડાપ્રધાન ઈચ્છે છે. કેસલેસ કમિશન, પેટીએમ એજન્સીને મળશે. ચાઈના કંપની ૧ થી ૫ ટકા પેસા લઈ જાય છે. મેક ઈન ઈન્ડીયા, સ્ટાર્ટઅપ ઈન્ડીયા, ડીઝીટલ ઈન્ડીયાની વાતો કરી, વડાપ્રધાન વાતોના વડા કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો