ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની ધમકી : 16-01-2017

  • આણંદ જિલ્લાના આંકલાવના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શ્રી રવિ પૂજારી વિરૂધ્ધ દાખલ કરેલ ફરિયાદની નકલ આ સાથે સામેલ છે.

કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની અંડરવર્લ્ડના ડોન શ્રી રવિ પૂજારીથી જાહેર થાય છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા કથળી ગઈ છે. અંડરવર્લ્ડની ગેંગ જે રીતે સક્રિય થઈ છે. જનપ્રતિનિધી-ધારાસભ્ય પર જો આ ધમકી અપાતી હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? એક તરફ બોરસદના નગર સેવક પર ફાયરીંગની ઘટનાની શાહી સૂકાઈ નથી. રાજ્યમાં અનેક શહેરો-જિલ્લામાં બેફામ ગોળીબાર, લૂંટ, ધાડ, ખૂનની ધમકીઓ એ રાજ્યની કાયદા-વ્યવસ્થાના લીરે લીરા ઉડાડી દીધાં છે. સલામત ગુજરાતની વાતો કરનાર ભાજપ શાસનમાં બુટલેગરો-ગુંડાગીરી બેફામ બની છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note