વાઈબ્રન્ટ ઉત્સવો થયા પછી ગુજરાતમાં ૭૬લાખ કરોડના થયેલ મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનું સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડી રોકાણ અને રોજગારીના દાવાનું ‘મોદી મોડેલ’ પોકળ : 06-01-2017
સાત સાત વાઈબ્રન્ટ ઉત્સવો થયા પછી ગુજરાતમાં ૭૬લાખ કરોડના થયેલ મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનું સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડી રોકાણ અને રોજગારીના દાવાનું ‘મોદી મોડેલ’ પોકળ સાબિત થયુ. ત્યારે ૮માં વાઈબ્રન્ટ ઉત્સવ પહેલા કરોડો રૂપિયાના ખર્ચા – જાહેરાતો સ્વપ્રસિધ્ધી પણ ગુજરાતના નાગરિકોને શું ફાયદો થયો? ગુજરાતમાં કેટલું મૂડી રોકાણ આવ્યુ? ગુજરાતના યુવાનોને કેટલી રોજગારી પ્રાપ્ત થઈ? જવાબ માંગતા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ સયુંક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રોજગારી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલીને બદલે પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી ગુજરાતની ભાજપ સરકારની નીતિ રહી છે. આ પ્રકારની નીતિથી પુંજીપતિઓને ફાયદો થાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો