ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સમર્થિત ૬૮ ટકાથી વધુ પંચાયતો પર વિજય : 29-12-2016
- ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સમર્થિત ૬૮ ટકાથી વધુ પંચાયતો પર વિજય.
- નોટબંધીને કારણે ગ્રામીણ અર્થતંત્રની હાલત કઠીન પરિણામે નાના વેપારી, પશુપાલકો, શ્રમિકો, ખેડૂતોની હાલત નાજૂક – ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામો ભાજપ સરકારને ઝાકારો આપનારું.
ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણોમો અંગે પત્રકારો સાથે વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતોમાં સૌરાષ્ટ્રમાં ૬૩ ટકા, ઉત્તર ગુજરાત ખાતે ૭૬ ટકા, મધ્ય ગુજરાતમાં ૭૦ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૬૩ ટકા આમ સરેરાશ ૬૮ ટકા થી વધુ ગ્રામ પંચાયત પર કોંગ્રેસ પક્ષ સમર્થિત ઉમેદવારો-સરપંચોનો વિજય થયો હોય ત્યારે ૮૦ ટકા ભાજપ સમર્થિત સરપંચોની જીતનો દાવો હાસ્યાસ્પદ છે. ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામો ભાજપ સરકારને ઝાકારો આપનારું પરિણામ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૦ ટકા થી વધુ મતદાન – ભાજપ સરકારની પ્રજા વિરોધી, ખેડૂત વિરોધી, યુવા વિરોધી નિતી સામે આક્રોશનું મતદાન હતું. વધુ મતદાન – વધુમાં વધુ નાગરિકોએ મતાધિકારનો કરેલ ઉપયોગ એ નવસર્જન ગુજરાત માટે અભિનંદનને પાત્ર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો