વાયબ્રન્ટમાં કરોડો રૂપિયાના MOU બતાડવા શહેરી વિકાસ સત્તામંડળોનું દબાણ : 23-12-2016

  • વાયબ્રન્ટમાં કરોડો રૂપિયાના MOU બતાડવા શહેરી વિકાસ સત્તામંડળોનું દબાણ
  • ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળો દ્વારા નવા જીડીસીઆરનો કોઈ જ અમલ નહીં થતાં ખેડૂતો અને બિલ્ડર્સોની દયનીય સ્થિતિ – ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં લગભગ દરેક શહેરી વિકાસ સત્તામંડળોએ જાહેર કરેલા નવા જીડીસીઆરને વર્ષો થઈ જવા છતાં કોઈપણ પ્રકારનો અમલ કરવામાં આવી રહ્યો નથી. ત્યારે ભાજપ સરકાર દ્વારા વાયબ્રન્ટ-૨૦૧૭માં કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. દેખાડવા માટે અધુરી કે માત્ર કાગળ ઉપર રહેલી સ્કીમોના એમ.ઓ.યુ. દબાણપૂર્વક કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિમાં કાળા કાયદાના કારણે દરેક શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકના વિસ્તારોમાં કિસાનપૂત્રો પોતાની જ જમીનમાં ખેતી પણ કરી શકતા નથી કે વેચી શકતા નહીં હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note (3)