કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની મહેસાણા ખાતેની જાહેર સભા : 20-12-2016

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની મહેસાણા ખાતેની જાહેર સભા અંગે પત્રકારો સાથે વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં નોટબંધી પછી કરોડો નાગરિકો હેરાન-પરેશાન છે. નોટબંધી બાદ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે ત્યારે કઠિન સમયમાં દેશના નાગરિકોની તકલીફો-મુશ્કેલીઓને વાચા આપવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી મહેસાણા ખાતે તા. ૨૧મી ડિસેમ્બરના ર૦૧૬ ના રોજ બપોરે ૧-૦૦ કલાકે, ‘નવસર્જન ગુજરાત’ – જનસભાને સંબોધન કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note