ગેરરીતી કરનાર સામે લાંચ રૂસ્વત વિરોધી બ્યુરો તપાસ કરે : 14-12-2016
- યુનીવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ચાલતી નાણાંકીય ગેરરીતીની વિજીલન્સ તપાસ કરવામાં આવે
- ગેરરીતી કરનાર સામે લાંચ રૂસ્વત વિરોધી બ્યુરો તપાસ કરે
રાજ્યના ઉચ્ચશિક્ષણમાં અભ્યાસ કરતા ૧૦ લાખ વિદ્યાર્થીઓ માટે સંદભે ગ્રંથ અને પુસ્તકો પ્રકાશિત કરવાને બદલે યુનીવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ મોટાપાયે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયાના પુરાવા સાથે આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રવક્તા ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે યુનીવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના નિયમ મુજબ વ્યવસ્થાપક સમિતિ અસ્તિત્વમાં હોવા છતાં માત્ર એક જ વાર બેઠક મળી છે. વિદ્યાર્થીઓ માટે પુસ્તકો પ્રકાશન કરવાની ૪૦ લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ માંથી પુસ્તકો તૈયાર કરવાને બદલે ઉપાધ્યક્ષના શાહી ખર્ચા રૂપે નવી ટોયટો ગાડી ૧૭,૩૪,૯૩૩ રૂપિયાથી રાતોરાત ખરીદવામાં આવી છે. બે વર્ષ પહેલાની બોર્ડની પોતાની ગાડી અપ ટુ ડેટ હોવા છતાં આ ગાડી ખરીદવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો